વાંકાનેર: પ્રેમ લગ્ન કરતા યુવકની માતા પર યુવતીના પીતાએ કર્યો હુમલો

વાંકાનેર: યુવકે પ્રેમ લગ્ન કરતા દીકરીના પીતાએ પ્રેમ લગ્ન બાબતેનો ખાર રાખી યુવકની માતાને ગાળો આપી લાકડી વતી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતા શારદાબેન જાદવજીભાઈ સીતપરા (ઉ.વ.૪૦) એ આરોપી શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરા રહે. લીંબાળા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૧- ૨૦૨૩ ના રોજ કોઈ પણ વખતે ફરીયાદીના દિકરાએ આરોપીની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે સારૂ નહી લાગતા ફરીયાદીને આરોપીએ ગાળુ આપી લાકડી વતી બંને હાથે ફેકચર કરી માથે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર શારદાબેને આરોપી વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી આઇપીસી કલમ -૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img