વાંકાનેરમાં લુંટના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસતો ફરતો ઇસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ જિલ્લા ખાતેથી મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ય / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પો.સ્ટે. ફ. ઇ.પી.કો. કલમ-૩૯૪,૧૧૪ વિ.મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી સમસુભાઈ મનજીભાઈ બારીયા રહે. કોયાધરીયા તા.જી.જાંબુઆ (એમ.પી) વાળો હાલે તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી મળતા તુરંત જ સ્ટાફની ટીમ બનાવી જાંબુઆ જિલ્લા ખાતે મોકલતા પોલીસ ટીમ દ્રારા બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સમસુભાઈ મનજીભાઈ બારીયા/ઉ.વ.૪૬ રહે.કોયાધરીયા તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો કોયાધરીયા ગામ તેના રહેણાક મકાનેથી તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ પકડી પાડી હસ્તગત કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ, મુજબ લુંટના ગુન્હામાં અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img