Thursday, May 28, 2026

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ બંને પદો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા જાહેર

પ્રમુખ તરીકે કોંગ્રેસના ગુલામભાઈ પરાસરા અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ ગોરિયાનો વિજય, ભાજપની મહેનત પર પાણી ફરી વળ્યુ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે આજે બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વખતે યાર્ડની ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અત્યાર સુધીમાં શાસક પીરઝાદા પેનલ અને સામે ભાજપ પેનલ દ્વારા જીત માટે પોતાની તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજે યોજાયેલી મતદાન તથા મતગણતરી પ્રક્રિયા બાદ પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઈ પરાસરા (સિંધાવદર) અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ મનજીભાઈ ગોરીયાનો વિજય થયો છે, આ ચુંટણીમાં કુલ 18 મતોમાંથી કોંગ્રેસના બંને ઉમેદવારોને 11 મત તથા ભાજપના ઉમેદવારને 7 મતો મળ્યા હતા.

આ ચુંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જલાલભાઈ અલીભાઈ શેરસીયા તથા ઉપપ્રમુખ તરીકે ઇસ્માઇલભાઇ ફતેમામદ કડીવારએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં બંને ઉમેદવારોને 07 મતો મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના ઉમેદવારને 11 મતો મળતા તે વિજેતા જાહેર કરાયા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img