Monday, September 9, 2024

વાંકાનેર નગરપાલિકાની 28 સીટ માટે કોંગ્રેસે જાહેર કર્યા માત્ર 17 ઉમેદવારો…!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આગામી દિવસોમાં ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે અગાઉના સત્તાધીરી ભાજપ દ્વારા 28માંથી 24 ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને આગામી ચાર ઉમેદવારો પણ ટુંક સમયમાં જ જાહેર કરવાના છે ત્યારે સામાપક્ષે કોંગ્રેસ દ્વારા 28 બેઠકો માટે માત્ર 17 ઉમેદવારો જ જાહેર કર્યા છે. આ સિવાયની બેઠકો પર કોંગ્રેસે ચુંટણી ન લડવાનું મન બનાવી સૌને ચોંકાવી દીધા છે..

આ અગાઉની ટર્મ માટે કોંગ્રેસ અને એનસીપી દ્વારા સંયુક્ત રીતે ચુંટણી લડવામાં આવી હતી જેમાં ભાજપનો એકતરફી વિજય થયો હતો જ્યારે કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનનો કારમો પરાજય થયો હતો. જે વચ્ચે આ વખતે ચુંટણીમાં ભાજપનાં એકમાત્ર હરીફ એવા કોંગ્રેસ દ્વારા 28 બેઠકો માટે માત્ર 17 ઉમેદવારો જ ઉભા રાખતા ભાજપનું પલડું ચુંટણી પહેલા જ ભારે દેખાઇ રહ્યું છે…

બાબતે વાંકાનેર કોંગ્રેસ સુપ્રીમો અને ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ મૌન ધારણ કર્યું છે. આવી જ રીતે વાંકાનેર શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ આંબલીયાએ પણ સ્પષ્ટતા કરવા ઈનકાર કર્યો છે. આ જોતાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી સાથે જીત નિશ્ચિત મનાઇ રહી છે…

વાંકાનેર નગરપાલિકા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી….

વોર્ડ નં. 1

૧). માલકીયા સુગનબેન રાજેશભાઈ
૨). સિપાઈ હસીનાબેન હુસેનભાઇ
૩). ડાભી રમેશભાઈ લવજીભાઈ
૪). ચાવડા ગીરીરાજસિંહ ગફલસિંહ

વોર્ડ નં. 2

૫). જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણ
૬). રાઠોડ નેમીસા નરેન્દ્રભાઈ
૭). બ્લોચ એજાજ સલીમભાઈ
૮). બદ્રકીયા શામજીભાઈ પરષોત્તમભાઇ

વોર્ડ નં. 3

૯). ગોસ્વામી ભારતીબેન વિનોદગીરી
૧૦). મદ્રેસાણીયા માયાબેન હસમુખભાઈ
૧૧). યશવંતસિંહ હોથીજી જાડેજા (બટુકસિંહ)
૧૨). અરવિંદભાઈ રામજીભાઈ અંબાલીયા

વોર્ડ નં. 4

૧૩). જાહેદાબેન ઈરફાનભાઈ કાફી
૧૪). રજાકભાઈ હાસમભાઈ તરીયા
૧૫). અરમાન મહમદભાઇ કાબરા
૧૬). ઈલાબેન દિનેશભાઈ રાઠોડ

વોર્ડ નં. 5

૧૭). રમેશભાઈ મણીલાલ ધામેચા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર