વાંકાનેર: પ્રેમ લગ્ન કરતા યુવકને બે શખ્સોએ આપી જાનથી મારી નાંખવાની ધમકી

વાંકાનેર: વાંકાનેરમાં યુવકે એક શખ્સની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતનો ખાર યુવકને બે શખ્સોએ ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ એક શખ્સે યુવકના રીક્ષાનો કાચ તોડી નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે વાકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મીલ પ્લોટ ડબલચાલીમા રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગનો ધંધો કરતા અલ્ફાઝભાઈ ઉર્ફે આદિલભાઈ વડાવરીયા (ઉ.વ.૨૩) એ આરોપી જેનુલભાઈ અનિલભાઈ હાલા તથા નુરમામદભાઈ સલીમભાઇ હાલા રહે. બંને મીલ સોસાયટી વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૧૦-૨૦૨૩ ના રોજ ફરીયાદીએ આરોપી નુરમામદભાઈની દિકરી સાથે પ્રમલગ્ન કરેલ હોય જે સારૂ નહી લાગતા આરોપી નુરમામદભાઈએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી જેનુલભાઈએ ધોકા વતી ફરીયાદીની રીક્ષાનો કાચ તોડી નુકશાન કરી તથા આરોપીએ ફરીયાદીને ગાળુ આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર અલ્ફાઝભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img