‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ અન્વયે મોરબીના ખોખરા હનુમાનજી ખાતે આવેલી શ્રી સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આપતિ વ્યવસ્થાપન વિશે માહિતગાર કરી ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે ઑક્ટોબરમાં ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે’ તરીકે મનાવવામાં આવે છે. કુદરતી તેમજ માનવ સર્જીત આફત જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડુ, અકસ્માત, આગ, રોગચાળો વગેરે જેવી આપત્તીઓ સંપુર્ણપણે અટકાવી શકાતી નથી, પરંતુ થોડીક કાળજી અને સજાગતા તેમજ પુર્વ તૈયારીથી આવી આફતથી થતી જાનમાલની નુકશાનીમાં ઘટાડો કરી શકાય છે. આ દિવસની ઉજવણી અન્વયે વિશ્વભરમાં લોકોને આપત્તિઓ અને જોખમો વિશે જાગૃત કરવામાં આવે છે.
આ વર્ષે ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’-૨૦૨૩ની થીમ ‘સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અસમાનતા સામે લડવું’ (Fighting inequality for a resilient future) રાખવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ખોખરા હનુમાન ખાતે આવેલી સંસ્કૃત પાઠશાળાના ૬૫ ઋષિકુમારોને આપત્તિ નિવારણ અંગેનું માર્ગદર્શન, અગ્નિશામક યંત્રનો ઉપયોગ અને ૧૦૮ ઇમર્જન્સી સેવાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી ડીઝાસ્ટર વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત, મોરબી ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, ૧૦૮ ઇમર્જન્સી સર્વિસના કર્મચારી, સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ દિપક મહેતા અને શિક્ષકોઓએ હાજર રહી ઋષિકુમારોને માહિતી પુરી પડી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...