એલસીબી ની ટીમ મોરબી જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય,દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ટંકારા હાઇવે પાસે આવેલ એક હોટલના ગ્રાઉન્ડમાં નસીબ આધારિત વરલી ફીચરનો હાર જીતનો જુગાર રમતા રમાડી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરતા ત્યાં આવી પ્રવૃત્તિ ચાલુ હોય એક ઈસમ સંકાસ્પદ લાગતા પંચને બોલાવી તેની તપાસ કરતા તેની પાસેથી મોબાઇલ તેમજ વરલી ફીચર નાં આંકડા આંકડા લખેલ ચીઠ્ઠી મળી આવી હતી.
ત્યારે આ ઈસમનું નામઠામ પૂછતા પોતે અસલમશાહ શાહમદાર (રહે. હરબતિયાળી) વાળો હોય ત્યારે તેની ધોરણસરની કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવી હતી. અને તેની પાસે થી રોકડ રકમ સહિત કી.રૂ ૧૫૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...