અખીલ ભારતીય કોળી સમાજ મોરબી દ્વારા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી: આજે તા. ૧૬ માર્ચના રોજ અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયાના ૬૮મા જન્મ દિવસની ઉજવણી મોરબી જીલ્લા કોળી સમાજ દ્વારા કરવામાં આવી હતી.

જેમાં મોરબી સિવીલ હોસ્પીટલમાં દર્દીઓ માટે ફૂટ બિસ્કીટ વિતરણ તેમજ પરશુરામ પોટરીનાં ગ્રાઉન્ડમાં ગાયોને ઘાસચારા તેમજ કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડીંગ ખાતે વૃક્ષારોપણ જેવા સેવાકીય કાર્યક્રમનું આયોજન મોરબી અખીલ ભારતીય કોળી સમાજનું દ્વારા કારવામા આવ્યું હતુ. તેમા મોરબી અખીલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રભારી પુર્વ કાઉન્સીલર સુરેશભાઇ શિરોહીયા નગરપાલીકા ચેરમેન જશવંતીબેન સુરેશભાઇ શિરોહીયા મેરબી જીલ્લાનાં એડવોકેટ પુર્વ બાર એસોસીયન પ્રમુખ કોળી સમાજના આગેવાન દિલીપભાઇ અગેચણીયા સાહેબ કાઉન્સીલ જયંતીભાઇ ઘાટીલીયા મોરબી ચુવાળીયા કોળી સમાજના પ્રમુખશ્રી જગદીશભાઇ બાંભણીયા, તુલશીભાઇ પાટડીયા તાલુકા પંચાયત સદસ્ય,અજયભાઇ વાઘાણી, વેલનાથ જયંતીના પ્રમુખ, ચંદુભાઇ સીચણાદા વેજલપર, વિષ્ણુભાઇ મજેઠીયા, જીતેંદ્રભાઇ છેલાણીયા, મનુભાઇ ઉપાસરીયા અને સમાજ આગેવાનો હાજર રહેલ હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img