છેલ્લા 11 વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલાને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડી 

મોરબી: છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડી.

મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પાર્ટ આઇ.પી.સી. કલમ-૩૭૯,૧૧૪ મુજબ આરોપી મરીયમ ઉર્ફે રેશમાબેન હાજીભાઇ રહે, કાલીકા પ્લોટ નર્મદા હોલની પાછળ વાળી હાલે શનાળા બાયપાસ ચોકડી પાસે ઉભેલ છે, જે બાતમી મળતા મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે રાખી બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ન મહિલા આરોપી મરીયમ ઉર્ફે રેશમાબેન હાજીભાઇ મળી આવતા સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img