દિકરી ને મરવા મજબુર કરનાર પતિ સાસુ સસરા વિરુદ્ધ પિતા એ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

માળિયા તાલુકા નાં ખાખરેચી ગામે થોડા દિવસ પહેલા એક પરણિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જે બનાવ માં મૃતકના પિતાએ મરવા મજબુર કરનાર તેમના જમાઈ સહિત ત્રણ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે
મળતી માહિતી મુજબ
માળિયા તાલુકાના ખાખેરેચી ગામમાં રહેતી તેજલબેન નામની પરણીતાને તેના સાસરિયામાં પતિ ગોપાલભાઈ નવઘણભાઈ કોળી સસરા નવઘણ પ્રભુભાઈ કોળી સાસુ વનીતાબેન સહિતના અવાર નવાર ઘર કામ બાબતે મેણાટોણા મારતા હતા. તેમજ તેની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ ગુજારતા હતા. જે બાબતે લાગી આવતા તેજલ બેને ત્રાસી જઈ આપઘાત કરી લીધો હતો આ બનાવના મૃતકના પિતા ભટુભાઈ ઘોઘાભાઇ રાઠોડે માળિયા મીયાણા પોલીસ મથકમાં દીકરીના પતિ સાસુ સસરા વિરુદ્ગ્દ્ગ મરવા મજબુર કર્યા અંગેની ફરિયાદ નોધાવી હતી પોલીસે આં અંગે ફરિયાદ નોધી આરોપી પતિ ગોપાલ તેમજ સસરા નવઘણભાઈની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img