મોરબી: આપણે જાણીયે છીએ કે દિવસેને દિવસે સમય જતા સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના અમુક યુવા નાગરિકોએ મોડર્ન દેખાવાની સ્પર્ધામાં વિદેશી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થયા છે. તો આ વિદેશી સંસ્કૃતિમાંથી આઝાદી મેળવવા અને ભારતની મૂલ્યવાન પ્રાચીન સંસ્કૃતિના પુનરૂત્થાન અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે તથા વિદ્યાર્થીઓ થકી સમાજને એક અનેરો સંદેશો આપવા આજ તા. 24 ડિસેમ્બરને શનિવાર ના રોજ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા આપણી નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરેલ હતુ.
તુલસી પૂજનમાં વિદ્યાર્થીઓ તુલસીના છોડનું પૂજન કર્યું તથા તુલસીની આરતી કરી ઉજવણી કરવામાં આવી
દરેક વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું મહત્વ સમજ્યું અને સમાજને ભારતીય સંસ્કુતિ અનુસરવા અને ફેલાવો કરવા સંદેશો આપવામાં આવ્યો
તુલસીના પૂજનના અનેક ફાયદાઓ થાય છે જેવા કે.
– ખરાબ વિચારો દુર થાય છે
– પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે
– સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે
– અનેક પાપો નષ્ટ થાય છે.
– ભય અને ક્રોધ દૂર થાય છે.
– તુલસીનો છોડ ઔષધિ માટે ઉપયોગી છે.
આવા અનેક ઉદેશ્યથી વિદ્યાર્થીઓ માટે તુલસી ઉપર એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં ધો.5 થી 9 ના દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં તુલસી ઉપર 20 મિનિટ માં 20 માર્કસનો નિબંધ લખવાનો હતો. આ નિબંધ દ્વારા સમાજ સુધી સારો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
પ્રોત્સાહનના ભાગ રૂપે દરેક ધોરણ મુજબ વિદ્યાર્થીઓ ને પ્રથમ પાંચ નંબર આપી સન્માનવામાં આવ્યા. આ તકે નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને સૂપરવાઇજર દ્વારા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...