હળવદ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દિન-પ્રતિદિન ચોરી ના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે છેલ્લા નવ દિવસથી ચોરીની ઘટનાઓ એ વેગ પકડ્યો છે ત્યારે આવી ઘટના બનતી અટકાવવા માટે હળવદમાં છેલ્લા છ વર્ષથી સામાજિક સંસ્થામાં અગ્રેસર એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા હળવદના સમગ્ર વિસ્તાર પર સીસીટીવી કેમેરા નાખી તેનું મોનિટરિંગ હળવદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવે તેમજ જાહેર રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટો જે બંધ હાલતમાં રહેલી સ્ટ્રીટલાઇટો તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે
તેવી માંગ સાથે હળવદ નગરપાલિકાને આવેદન પત્ર આપવામાં આવ્યું ચીફ ઓફિસર તેમજ હળવદ નગરપાલિકાના પ્રમુખ ને આવેદનપત્ર આપી આ માંગ કરવામાં આવી જો કે હળવદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સત્વરે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવશે તેવી બાંયધરી આપવામાં આવી તેમજ સીસીટીવી કેમેરાનું કામ જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...