માળિયા તાલુકા ના મોટી બરાર ગામે ભારે પવન ફુકાતા લિમડા નું વૃક્ષ ધરાશયી થયુ

માળિયા તાલુકાના મોટી બરાર ગામમાં ભારે પવન ફૂંકાતા એક મહાકાય વૃક્ષ કડાકા ભેર ધરાશાયી થયું હતું મંદિર પર વૃક્ષ પડ્યું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી

મોટી બરાર ગામમાં આવેલ રામજી મંદિર પાસે આવેલ લીંબડાનું મહાકાય વૃક્ષ પડી ગયું હતું જોરદાર પવન ફૂંકાતા મસમોટું વૃક્ષ ધરાશાયી થયું હતું અને મંદિર પર પડ્યું હતું જેથી રામજી મંદિરમાં નુકશાની થવા પામી હતી જોકે વૃક્ષ પડ્યું તે સમયે વડીલો થોડા દુર બેઠા હોય જેથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને વડીલોનો આબાદ બચાવ થયો હતો

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img