મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 15 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 150

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે મંગળવારે નવા 15 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 150 પર પહોંચી ગયો છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 6 કેસ જેમાં 04 ગ્રામ્ય અને 02 શહેરી વિસ્તારમા નોંધાયા હતા.વાંકાનેર તાલુકાના 5 કેસ જેમાં 02 ગ્રામ્ય અને 3 શહેરી વિસ્તારમા અને ટંકારા ગ્રામ્ય વિસ્તારમા 02 કેસ તો માળીયા ગ્રામ્ય વિસ્તારમા 02 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 150 પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img