મોરબી: મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું સંપન થયા જેમાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ તકે નવદંપતીઓને વડીલોએ આશિર્વચન પાઠવ્યા હતા.
મોરબીના નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે છઠ્ઠા સમૂહલગ્નન યોજાયા હતા જેમાં અગિયાર નવ દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા. આ અગિયાર દીકરીઓને ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર તરફથી કરિયાવર રૂપે ૨૦૦ જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી. તેમજ આ તકે નવ દંપતીઓને વડીલો દ્વારા આશિર્વચન પાઠવ્યા હતા. તેમજ સમૂહલગ્નને સફળ બનાવવા ધનુંભા જાડેજા, શૈલેષભાઇ જાની, વિનુભાઇ ડાંગર ,દીપકભાઈ, રઘુભા ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...