મોરબી નગર પાલિકા વિસ્તારમાં તંત્રની પ્રી મોનસુન કામગીરીની ખુલતી પોલ !

મોરબી નગર પાલિકા વિસ્તારમાં તંત્ર પ્રી મોનસુન કામગીરી કરતું હોવાના મસમોટા દાવા કરી રહ્યું છે.

શએઓળ પરહેરમાં ભૂગર્ભ ગટર અને નાલાની સફાઈ કામગીરી ચાલી રહી હોવાનું ગાણું ગવાઈ રહ્યું છે જોકે કામગીરી કેવી થઇ રહી છે તેનું ઉદાહરણ મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્રમુખ સ્વામી પાર્ક પાછળના ભાગે આવેલ સ્કાય વિલા એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતી ભૂગર્ભ ગટરની લાઈન લાંબા સમયથી ચોક અપ થઈ ગયું છે જેના કારણે ભૂગર્ભ ગટરના પાણી રોડ પર નીકળવા લાગ્યા છે અને ત્યાંથી એપાર્ટમેન્ટમાં ઘુસી રહ્યા છે તીવ્ર દુર્ગંધ મારતા આ પાણીથી લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે આ બાબતે અગાઉ રજૂઆત કરવા છતાં પાલિકાનો સ્ટાફ માત્ર કામગીરી માટે આવશે તેવા દાવા કરી હાથ અદ્ધર કરી જતા રહ્યા છે જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img