મોરબી હળવદ રોડ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ ની સઘન કામગીરી ચાલુ હોય ત્યારે હુંડાઈ કાર લઈને આવતા કાર ચાલકે પોલીસ નેં જોતા પોતાની કાર પુરપાટ વેગે રાતાભેર ગામ તરફ હંકારી મૂકી હતી
વધુ જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ ઉંચી માંડલ ગામ પાસે વાહન ચેકિંગ કરતી હોય ત્યારે હળવદ તરફથી આવતી કાર રોકવા જતા કારચાલક કાર લઈને નાસી ગયો હતો જેથી કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા કાર જીજે ૦૧ એચજી ૯૩૨૦ વાળી નીચી માંડલથી રાતાભેર જવાના રસ્તે કાર ચાલક કાર રેઢી મુકીને નાસી ગયો હતો જેની પોલીસ દ્વારા તલાસી લેતાં કારમાંથી ઈંગ્લીશ દારૂની ૭૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે કાર અને દારૂ સહીત ૧,૨૬,૨૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
જે કામગીરીમાં તાલુકા પીઆઈ વી એલ પટેલ, જયદેવસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા, દીપસંગ ચૌહાણ સહિતની ટીમ જોડાયેલ હતી.
મોરબી: મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં...
હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમના ગેટનું રીપેરીંગ / મેન્ટેનન્સ કાર્ય ચાલુ હોવાથી ડેમમાં પાણીના સ્તરની ઉંચાઈ ઘટાડેલ છે. જેથી પાણીના પ્રવાહનું પ્રેશર ઘટવાથી અમુક છેવાડાના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ધીમો પડયો છે. હાલ મોરબી શહેરને જરૂરી પાણીની વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ દ્વારા પૂરી કરવામાં આવે છે તથા...
તમામ આરોપીઓની પોલીસે કરી અટકાયત
મોરબી: ગઈ કાલના મોડી રાત્રે મોરબી મચ્છીપીઠ વિસ્તારમાં બે જુથ વચ્ચે અથડામણ થતાં આજે બંને જુથ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન ખાતે સામ સામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગઈ કાલના રોજ મોડી રાત્રે શેરીમાં સાયકલ એક્ટિવા ચલાવતા બાળકોને ઠપકો આપવા બાબતે...