મોરબી: સુપર માર્કેટ છેડતી મામલે ધરપકડ કરાયેલ આરોપીઓ જામીન મુક્ત

આશા છે ભવિષ્ય માં આવું કાર્ય કરીને માં બાપ ના સંસ્કાર ન લજવે

સુપરમાર્કેટમાં શાળાએ જતી વિદ્યાર્થીનીઓનો રસ્તો રોકી અડચણ ઉભી કરી પજવણી કરવાના પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી બે સગીર સહિતના સાત ઇસમોને ઝડપી લીધા હતા જે પાંચ આરોપીને કોર્ટમાં રજુ કરતા પાંચેય આરોપી જામીન મુક્ત થયા છે
મોરબી સીટી એ ડીવીઝન પીએસઆઈ પી આર સોનારાએ આરોપી રાહુલ મહેશ વિરમગામા, નયન નાગજી પાટડીયા, અક્ષયરાજસિંહ લાલુભા ઝાલા, દર્શન લક્ષ્મણ કેશુર, અરૂણભાઈ દોલતભાઈ જાદવ તેમજ ૨ સગીર મળીને કુલ સાત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ મોરબીના સુપરમાર્કેટમાં શાળાએ જતી વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરી રસ્તામાં આડો પગ રાખી રસ્તો રોકી અડચણ પેદા કરતા હોય અને પજવણી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી

જે ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરને ડીટેઈન કરી વાલીઓને સોપવામાં આવ્યા હતા તો રાહુલ વિરમગામા, નયન પાટડીયા, અક્ષયરાજસિંહ ઝાલા, દર્શન કેશુર અને અરૂણ જાદવ એમ પાંચ આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જ્યાં પાંચેય આરોપીનો જામીન પર છુટકારો થયો છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img