મોરબીના જુના રફાળેશ્વર નજીક ટ્રેન હડફેટે અજાણ્યા યુવકનું મોત

મોરબી: મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર મિલેનિયમ કારખાનાની સામેના ભાગે રેલ્વે ટ્રેક ઉપર ગતરાત્રિના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું હતું જેથી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના જૂના રફાળેશ્વર રોડ ઉપર મિલેનિયમ ટાઇલ્સ કારખાના પાસે ગત તા.૦૩-૦૨-૨૦૨૩ના રોજ રાત્રીના સમયે રેલવેના પાટા ઉપર આવી રહેલી ધસમસતી ટ્રેન હેઠળ આશરે પચ્ચીસ વર્ષીય અજાણ્યા યુવકનુ કપાય જવાથી મોત નીપજ્યું હતું. જો કે પોલીસે આ બનાવનું કારણ જાણવા અને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. હજુ મૃતકની ઓળખ મળી ન હોય જે કોઈને ઓળખ મળે તેમને મોરબી તાલુકા પોલીસ મથકના 02822242592 નંબર પર જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img