મોરબીના ટંકારા તાલુકાના નવ નિયુક્ત ટીપીઈઓને આવકારતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

મોરબી: ટંકારા તાલુકાના વતની અને ટંકારાનું ગૌરવ અને દાહોદ જીલ્લામાંથી બદલી થતા ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે હાજર થયેલ જીવણભાઈ જારીયાનું શૈક્ષીક મહાસંઘ ટંકારા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.આ તકે શૈક્ષીક મહાસંઘ ટંકારાના અધ્યક્ષ ડાયાલાલ બારૈયા, મંત્રી રસિકલાલ ભાગિયા , ઉપાધ્યક્ષ દેવાયતભાઈ ગરચર, સિનિયર ઉપાધ્યક્ષ રમણિકભાઈ વડાવીયા આંતરિક ઓડિટર ભાવેશભાઈ સંઘાણી અને ભરતભાઈ રાજકોટિયા દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે હૃદય પૂર્વક આવકારવામાં આવ્યા હતા અને વહીવટી પાંખ અને સંગઠનની પાંખ સાથે મળી શિક્ષણ અને શિક્ષક વિશે ચિંતન મનન અને મંથન કર્યું હતું,ટંકારા તાલુકાનું શિક્ષણ નૂતન વર્ષે ગુણવત્તાલક્ષી બને એ માટે વિદ્યાર્થીઓના હિતમાં પ્રયત્ન કરવા અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img