મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટમાં રહેતા દીનેશભાઇ છગનભાઇ પાડલીયા (ઉ.52) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના પંચાસર રોડ ઉપર આવેલ
ખેતરમાં લીંબડાના ઝાડ સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ ઇશ્વરભાઇ છગનભાઇ પાડલીયાએ એ ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી આ બનાવની પોલીસે નોંધ કરીને તપાસ શરૂ કરી છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...