મોરબીના બગથળા ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા ત્રણ ઇસમોને રૂ.૮૩,૨૦૦/- રોકડ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.

પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓએ પ્રોહી./ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અવારનવાર સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીઝનનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી./જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફ નાઈટ રાઉન્ડ/પ્રોહી-જુગાર અન્વયે પ્રેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલનાઓની સંયુકત ખાનગી બાતમીના આધારે રેઈડ કરતા મોરબી તાલુકાના બગથળા ગામે બસ સ્ટેન્ડ પાસેથી ત્રણ ઈસમો કીશોરભાઈ કાનજીભાઈ ભુમલીયા રહે. બગથળા તા-જી.મોરબી તથા રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા રહે. બગથળા તા-જી.મોરબી અને પ્રવિણભાઈ દેવજીભાઈ ચાવડા રહે. બગથળા તા-જી.મોરબી વાળા જુગાર રમતા મળી આવતા રોકડ રૂ. ૮૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img