મોરબીના સકત શનાળા ગામ નજીક વિદેશી દારૂની ચાર બોટલો સાથે એક ઝડપાયો, એક ફરાર 

મોરબી: મોરબીના સકત શનાળા ગામ નજીક મેલડી માતાજીના મંદિર સામે રોડ પરથી વિદેશી દારૂની ચાર બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સકત શનાળા ગામ નજીક મેલડી માતાજીના મંદિર સામે રોડ પરથી આરોપી મહીપતભાઈ ઉર્ફે ભુરો રવજીભાઈ વાઘેલા રહે. સકત શનાળા નવા પ્લોટ સાંઈબાબા ચોક પાસે તા.જી. મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર-GJ-36-J-9113 વાળામા ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં રૂ. ૮,૩૭૫ તથા મોટરસાયકલ કિં રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૮,૩૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ હરેન્દ્રસિંહ ઉર્ફે ભુરો કનુભા જાડેજા રહે. મોરબી નવલખી રોડ શ્રધ્ધાપાર્ક મુળ ગામ દહીસરા તા.માળીયા (મી) વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img