મોરબીના સીતારામનગર (મકનસર) ગામે પરણીતાએ એસીડ પી જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે પરીણાતાને તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા લાગી આવતા પરણીતાએ એસીડ પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મુળ રાજકોટ જિલ્લાના આસલપુર ગામના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે રહેતા રાધિકાબેન ઉર્ફે આરતીબેન દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) એ ગત તા.૧૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરતીબેનને તેના પતિએ તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા આરતીબેનને લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમ્યાન આરતીબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img