મોરબીની બોરીયાપાટી પ્રા. શાળાનું NMMS પરિક્ષામા સો ટકા પરિણામ

મોરબી: મોરબીની બોરીયાપાટી પ્રાથમિક શાળા સ્કૂલ ઓફ એક્સીલન્સ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે જાણીતી છે ત્યારે શાળાની સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે, ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી નેશનલ મેરીટ મિન્સ સ્કોલરશીપ પરીક્ષામાં 100% વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવેલ છે.

ઉતીર્ણ થયેલ વિદ્યાથીઓ જાદવ પંકજ કાનજીભાઈ, ડાભી અનિતા રાજેશભાઈ, જાદવ રોશની મહેશભાઈ, ડાભી ભાવેશ જીતેન્દ્રભાઈ, ચાવડા પ્રભુ ડુંગરભાઇ, પરમાર કોમલ રમેશભાઈ, પરમાર કિંજલ રણછોડભાઈ, ચાવડા અનંત ત્રિભુવનભાઈ, પરમાર હિરલ મનસુખભાઈ, પરમાર હર્ષદ સુરેશભાઈ સહિત 10 માંથી 10 વિદ્યાર્થીઓ પાસ થઈ 100% પરિણામ મેળવી શાળા તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img