મોરબીમાં પાડા પુલ નિચેથી બાઈક ચોરાયાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીમાં પાડા પુલ નિચે રવીવારમાથી કોઇ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ઇંદિરાનગર ખોડીયારમાના ચોક પાસે રહેતા જેઠાલાલ રવજીભાઈ સોલંકી (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૯-૨૦૨૨ ના રોજ ફરીયાદીનુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર-GJ-03-HF-2489 વાળુ જેની કિંમત રૂ.૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર જેઠાલાલે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ-૩૭૯ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img