રિસામણે ગયેલ પત્ની ને મનાવા ગયેલ પતિ ને સાળા અને સસરા એ માર માર્યા ની ફરિયાદ

હળવદના રણછોડગઢ ગામે રહેતા મહેશભાઈ કરશનભાઈ દેઢારીયા ની પત્ની ગત તા.૧૦/૬ ના રોજ કોઈ કારણોસર રિસામને ચાલી ગયેલ હતી જેથી મહેશભાઈ તા.૧૧ ના રોજ પત્ની ને મનાવવા માટે તેઓના સસરાના ઘરે ગયા હતા જે બાબતની જાણ મહેશભાઈ ના ભાઈ ને થતા તેઓ પણ પોતાના ભાઈના સસરાના ઘરે પહોંચ્યા હતા જ્યાંથી પોતાના ભાઈ ને પરત ઘરે આવવાનું કહેતા ઉશ્કેરાઇ જઈને મહેશભાઈ ના સાલા અજીતભાઈ મુળજીભાઈ વાવેચા એ મહેશભાઇ ના ભાઈ કાળુભાઇ પર સાપટીન વડે હુમલો કરતા માથામાં ઈજાઓ પહોંચી હતી જ્યારે સસરા પ્રેમજી ભાઈ મુળજીભાઈ વાવેચા એ જમાઈ મહેશભાઈ પર ધોકા વડે હુમલો કરતા આંખ પર ઈજાઓ પહોંચી હતી જેથી બન્નેને સારવાર અર્થે ખસેડવામાં આવતા કાળુભાઇને માથામાં પાંચ ટાંકા આવ્યા હતા

જે બાબતે કાળુભાઇએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રવી પરીખ હળવદ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img