મોરબી: મોરબીના લાલપર ખાતે વિશાલદીપ સોસાયટી દ્વારા રામજી મંદિરના લાભાર્થે આવનાર તા.૧૫ ઓક્ટોબર ને શનિવારના રોજ વિશાલદીપ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૯:૦૦ કલાકે ઘુનડા સજનપર ગામનું પ્રખ્યાત ખોડિયાર રામામંડળ રમાડવામાં આવશે, આ ધાર્મિક આયોજન રાખવામાં આવેલ છે
તો સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અને રામદેવજી મહારાજના દર્શન કરવા જરૂર પધારજો એવું આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ વધુ માહિતી માટે મો: ૮૧૪૧૦૧૬૪૦૦ નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...