મોરબી : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત ખેલ મહાકુંભની વિવિધ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં મોરબી જીલ્લાના સ્પર્ધકોએ વિવિધ વય ગૃપ, વજન ગૃપ તથા સાંઘિક રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. મોરબીના સ્પર્ધકોએ ચેસ, ટેકવેન્ડો, ખો-ખો, કબડ્ડી જેવી રમતોમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ત્રણ સ્થાનમાં રહી મેડલ પ્રાપ્ત કરેલ છે. મોરબીના સ્પર્ધકો પૈકી દીપ પરમારે ચેસમાં દ્વિતિય સ્થાન, ટેકવેન્ડોમાં અંડર ૧૪ (બહેનો)ના ગ્રુપમાં નાલંદા સ્કુલના આરાધ્યા પંડ્યાએ તૃતિય સ્થાન, અંડર ૧૭ (બહેનો) ના ગ્રુપમાં ડીજેપી સ્કુલના સલોની પારઘીએ દ્વિતિય સ્થાન તેમજ નવજીવન સ્કુલના લીના ભરાડિયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
અંડર ૧૭ (ભાઇઓ) ના ગૃપમાં નવજીવન સ્કુલના શુભમ જતાપરાએ દ્વિતિય સ્થાન તેમજ તક્ષશીલા-હળવદના સાગર કડેચાએ રાજ્યકક્ષાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યુ છે જયારે ખોખો સ્પર્ધામાં નવજીવન વિદ્યાલય અંડર ૧૭(બહેનો)એ તૃતીય તેમજ કબડ્ડીમાં નવજીવન વિદ્યાલય અંડર ૧૭ (બહેનો) એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ તમામ વિજેતા સ્પર્ધકોને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...