હળવદના માથક ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના માથક ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતો આરોપી પીન્ટુભાઈ અશોકભાઈ બોરાણીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૨ કિં રૂ.૧૧,૫૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી પીન્ટુભાઈ અશોકભાઈ બોરાણીયા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેના વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img