અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા તુલસી પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી: રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજના ધ્યેયસૂત્ર સાથે રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્યથી શિક્ષણ જગતમાં કાર્ય કરતું સંગઠન અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેમજ લોકોમાં જાગૃતિ આવે એ ઉમદા હેતુથી 25 ડિસેમ્બરના દિવસને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો તેમજ તુલસીનું આધ્યાત્મિક તેમજ આયુર્વેદિક મહત્વથી લોકો વાકેફ થાય એવો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો.
જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ તેમજ સમગ્ર રાજ્ય માંથી ઠેર ઠેર સંગઠનના જવાબદાર વ્યક્તિઓ તેમજ શિક્ષકોએ પરિવાર સાથે તુલસી પૂજન કરીને અનોખી ઉજવણી કરવામાં આવી એમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રચારમંત્રી હિતેષ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવે છે.