મોરબી: તાજેતરમાં અમદાવાદમાં શટલર એકડમી ખાતે યોજાયેલ વિન્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મોરબીના મીતા કાચરોલાએ 30+ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે.
આ ઉપરાંત છેલ્લા 2 મહિનામાં જીબીએ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં કાવ્યા મારવાનીયાએ અંડર 15 કેટેગરીમાં સતત પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવતા તેઓની ગુજરાત ટીમ તરફથી પસંદગી થતા તેઓ 15 ડિસેમ્બરથી ઓડીશા ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. મોરબીના પંક્તિ મારવાનીયા અને અમુલ ચૌહાણે પણ આ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવો કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ બધા ખેલાડીઓ સ્કાય બેડમિન્ટન (+91 9727280091) એકેડેમીમાં તાલીમબદ્ધ થયા છે તેથી એકેડેમી ખૂબ ગૌરવ અનુભવે છે. અને ભવિષ્યમાં વધુને વધુ ખેલાડીઓ મોરબીનું નામ રોશન કરે તે માટે કટિબધ્ધ છીએ. તેમજ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ ડિટેઈન કરી હળવદ પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસએ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને...
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શ્રી રાંદલ વિદ્યાલય મોરબી-2 (સામા કાઠે) મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો.
જેમાં મોરબી જિલ્લા ના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ. તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી મીનાબેન આહિર અને લાલજીભાઈ ખાનધર હાજર રહી બાળકોને વ્યસન વિશે...