આજે વાવડી રોડ પર જયંતિભાઈ પટેલના સમર્થનમાં રાજ્યસભાના સાંસદ જાહેર સભા ગજવશે
મોરબી: આજે મોરબીના વાવડી રોડ પર કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલના સમર્થનમાં રાજ્યસભાના સાંસદ અને માઈનોરીટી ચેરમેન ઈમરાન પ્રતાપગઢી જાહેર સભા ગજવશે.
૬૫-મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જે.પટેલના સમર્થનમાં વાવડી રોડ, ખાતે રાજ્યસભાના સંસદ અને માઈનોરિટી ચેરમેન ઇમરાન પ્રતાપગઢી જાહેર સભાનું તા.૨૫-૧૧-૨૦૨૨ને રાત્રે ૦૮:૦૦ વાગ્યે શુક્રવારના રોજ આયોજન કરશે તો આ જાહેર સભામાં સૌ મિત્રો, સ્નેહીઓ, કાર્યકરો અને મતદારોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.