Thursday, June 8, 2023

આમરણ ગામની નવી પહેલ: ભાગવત સપ્તાહમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

મોરબી: આમરણ ગામમાં કાસુન્દ્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહમાં પારંપારિક ભજન કે ધાર્મિક કાર્યક્રમને બદલે એક નવી પહેલ કરવામાં આવી હતી. જે મુજબ રાત્રી કાર્યક્રમમાં કથાના આયોજકો દ્વારા ખેડૂતોને પર્યાવરણલક્ષી પ્રાકૃતિક ખેતી માટેના માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માથક ગામના દાજીબાપુએ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા ખેડૂતોને પોતાના જાત અનુભવો જણાવ્યા હતા. નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી બાલા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ખેડૂતોમાં જાગૃતતા કેળવાય અને વૃક્ષોનું વધુ વાવેતર થાય તે અંગે ચર્ચા કરી હતી.

કાલરીયાભાઈ દ્વારા ખેતીમાં ગાયનું શું મહત્વ છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન જીલેશભાઈ દ્રારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના ડી.એ. સરડવાએ ખેતી પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ અને જમીન પૃથક્કરણ વિશે વિસ્તૃત સમજ આપી હતી.

આ કાર્યક્રમ/શિબિરમાં વિવિધ મહનુભાવો, અધિકરીઓ તેમજ મોટી સંખ્યામાં આમરણ ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર