મોરબી: મોરબી – માળિયા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલના સમર્થનમાં આવતીકાલે મંગળવારે મોરબીના વિવિધ વિસ્તારોમાં બાઈક રેલી તથા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
૬૫ મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ જે. પટેલના સમર્થનમાં તારીખ ૨૯-૧૧-૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં બાઈક અને કાર રેલીનું આયોજન કરેલ છે. આ બાઈક રેલીની શરૂઆત ૧૨:૩૦ કલાકે ઉમીયા આશ્રમ મહેન્દ્રનગર કાર્યાલયથી થશે તો આ પરીવર્તન સંકલ્પ યાત્રા માં સૌ મીત્રો, યુવાનો, મતદાર ભાઈઓ તથા બહેનો કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારોને વધુમાં વધુ સંખ્યામાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી સશક્તિકરણ તથા ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીની નેમ સાથે મહિલાઓ પગભર બને અને સાથે સાથે દેશની પ્રત્યેક વ્યક્તિ રોજિંદી જીવનમાં સ્થાનિક અને ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરે તેવું સ્વપ્ન સેવ્યું છે.
વડાપ્રધાનના આ વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાર્થક કરવા અનેકવિધ આયોજનો...
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હંમેશા સેવા સહકાર ની ભાવના સાથે સેવાકીય પ્રોજેક્ટ કરી રહ્યું છે જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દાતા લા. હસુભાઈ પાડલિયા તરફથી આ ટ્રાયસિકલ તેમના પાટીદાર મેડિકલ સાધન સહાય ઓફિસ શકત શનાળા ખાતે આપવામાં આવી .
આ સેવાકીય પ્રોજેક્ટમાં પાસ્ટ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી...