આવતી કાલે હનુમાન જયંતી નિમિતે ખોખરા હનુમાન ખાતે ચાલતી રામ કથામાં નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાસે
મોરબી તાલુકાના બેલા ગામ મુકામે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ અવસર પર તેમજ હનુમાન જયંતીના પવિત્ર દિવસે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર સ્વેતા ગણને સંબોધન કરશે તથા કથાનું સમાપન પણ એજ દિવસે છે અને હનુમાનજીની ૧૦૮ મૂર્તિનું અનાવરણ પણ એજ દિવસે છે લગભગ દરરોજ 20 હજારથી વધારે સ્વેતા ગણો કથા સાંભળવા માટે આવે છે
આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય અનેક રાજકીય મહાનુભાવો, દેશ ભરમાંથી પધારેલા સંતો મહંતો મહામંડલેશ્વરો અને અનેક સંતો અહીંયા આ રામ કથા દરમિયાન અહીં આવી ગયા છે અને દરરોજ અહીંયા 20હજારથી વધારે સ્વેતા ગણનું ભોજન અહીં થાય છે અને રાત્રિ કાર્યક્રમ પણ થાય છે કથાના નવમા અને અંતિમ દિવસે તારીખ 16 ને શનિવારે દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે સવારે 11:00 વાગ્યાથી ૪૫ મિનિટ સુધી વર્ચ્યુઅલ જોડાશે અને સંબોધન કરશે
ખોખરા હનુમાન સમિતિ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રી સંતવાણી કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે તો આ તકે તમામ ભાવિકોએ લાભ લેવા હરીહરધામ સેવા સમિતિ ખોખરા હનુમાન દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે