Thursday, March 5, 2026

ઉનાળાએ કલર દેખાડયો : રાજકોટમાં 39.2 ડિગ્રી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજયના કુલ 14 શહેરો 35થી 38 ડિગ્રી વચ્ચે ધગ્યા : સવારમાં પણ ગરમીનો અહેસાસ

ચક્રવાત દૈનિક

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે ઉનાળાએ કલર દેખાડયો છે અને ગઈકાલે માર્ચના પ્રારંભે જ રાજકોટ 39.2 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતું. ઉપરાંત રાજયના કુલ 14 શહેરો 35થી 38 ડીગ્રી તાપમાન સાથે ધગ્યા હતા.

જયારે, આજે પણ સવારથી જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. ગઈકાલે અમદાવાદમાં 38.6, અમરેલીમાં 38.3, વડોદરામાં 38, ભાવનગરમાં 36.4, ભુજમાં 36.8, તથા દાહોદમાં 35.1, ડાંગમાં 37 અને ડિસામાં 38.8, દિવમાં 36.9 તથા ગાંધીનગરમાં 38, કંડલામાં 37.4, પોરબંદરમાં 37.6, સુરતમાં 37.9 અને વેરાવળ ખાતે 36.6 ડીગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

જયારે આજે સવારથી જ ઠંડી સાવ ગાયબ થઈ ગઈ હતી. અને મોડી સવારમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. માત્ર નલિયામાં 15.8, અને દિવમાં 18.8 ડીગ્રી લઘુતમ તાપમાનને બાદ કરતા રાજકોટ સહિત દરેક શહેરોમાં આજે સવારમાં 20થી 23 ડીગ્રી ઉપર લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર