કાલથી વિશ્વઉમિયાધામ ખાતે રમતોનો મહાકુંભ, રાજ્યભરના 5000 ખેલાડીઓ રમશે
વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ ખાતે કાલથી (શનિવાર) વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનો શુભારંભ થવા જઈ રહ્યો છે.
વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું ઉદ્ધાટન સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત માધવપ્રિયદાસ સ્વામીજી કરશે. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રાજ્યભરમાં પાટીદાર સમાજના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગમાં ક્રિકેટની 128 અને વોલીબોલની 200થી વધુ ટીમ ભાગ લેશે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી હજારો ખેલાડીઓ ભાગ લઈ રમતોત્સવમાં નવો રંગ પુરશે. 23 દિવસ ચાલનારા વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગના તમામ વિજેતા ટીમોને ખુબ મોટા બહુમાન સાથે 12 ફેબ્રુઆરીએ સમાપન સમારોહનું આયોજન કરાયુ છે. જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટ મંદિર જ્યાં નિર્માણ થઈ રહ્યું છે તે વિશ્વઉમિયાધામ પરિષરમાં જ હજારો પાટીદાર ખેલાડીઓ રમશે. આ સાથે જ મહિલા ખેલાડીઓ માટે છથી વધુ રમતોનું આયોજન કરાયું છે. જેમાં ઉભી ખો,ડોઝ બોલ, રસ્સા ખેંચ, ભારત ભ્રમણ, સાતોલીયું, વોટર રિપ્લે રેસ ગેમ જેવી રમતોનું આયોજન કરાયું છે.