મોરબી જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને મોરબી જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ આજે કાળી પટ્ટી પહેરીને બ્લેક ડે ઉજવીને વિરોધ નોંધાવ્યો હતો
ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચામાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે જોડાયેલા છે.તેના આદેશાનુસાર જુની પેન્શન યોજના ના અમલ માટે આજરોજ કાળી પટ્ટી ધારણ કરી ફ૨જ બજાવેલ હતી.જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે મોરબી જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને મોરબી જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના આગેવાનો તેમજ તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો હતો કાળી પટ્ટી પહેરી બ્લેક ડેની ઉજવણી કરી હતી અને પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી
મોરબીના જલાલચોકમા નાનજી બાપાના મઢ પાસે આવેલ આરોપીની ભાડાની ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો ૪૦૦ લીટર કિં રૂ. ૮૦,૦૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત બાતમી મળેલ કે રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા રહે.મોરબી કાલીકાપ્લોટ...
મોરબીમા ગરબા કલાસીસની નોંધણી અને ભાઇઓ -બહેનોને અલગ સમયે ગરબા ક્લાસ રાખવા પોલીસને રજુઆત
થોડા સમયમાં નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે અગાઉ થી ખેલૈયાઓ ગરબા શિખવા માટે ક્લાસીસ રાખતા હોય છે જેમાં ગરબા ક્લાસીસની નોંધણી અને ભાઈઓ - બહેનોને અલગ અલગ સમયે ગરબા ક્લાસ રાખવા બાબતે પાટીદાર યુવા સેવા...
મોરબીની પંચાસર ચોકડી પાસે રોડ ઉપરથી કેફી પીણું પીધેલ હાલતમાં એક યુવકને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીની પંચાસર ચોકડી પાસે એક કાર રોકી તપાસ કરતા આરોપી ધ્રુવભાઈ અંબારામભાઇ ભાલોડીયા (ઉ.વ.૩૩) રહે. રવાપર રોડ કાયાજી...