મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત વાવડી રોડ પર આવેલા ભગવતી પાર્ક સોસાયટીમાં ગરીબ પરિવારની બહેનો કે જેઓ કેન્દ્રમાં સીવણ ક્લાસમાં શીખીને પોતાના પરિવાર અને ખુદ માટે ઉપયોગી બને તે હેતુથી ગંગા સ્વરૂપ સહાય સમિતિના ચેરમેન દેવકરનભાઈ આદ્રોજા અને તે સમિતિના સભ્યો ત્રિભોવન ભાઈ ફુલતરિયા અને વિનુભાઈ ભટ્ટના હસ્તે સીવણ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
હેતલબેન ભટ્ટ કે જેઓ આ સિવણ કેન્દ્ર ખૂબજ સારી રીતે ચલાવી રહ્યા છે તેમણે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું ત્યાં હાજર તમામ બહેનોએ પણ સારો પ્રતિભાવ આપી અને બીજાને ઉપયોગી બનીશું તેવી ભાવના વ્યક્ત કરી હતી તેમ આ સમિતિના સભ્ય ત્રિભોવન ભાઈ ફૂલતરિયની યાદી જણાવાયું હતું.
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે સરકારી કચેરીના એલ.એન.ટી. કંપની દ્વારા નાખેલ એન.એફ.ઓ.એફ.સી. (કેબલ) આશરે ૨૦૦ મીટર કિં રૂ. ૧૪,૦૦૦ તથા તેની સાથે જોઈન્ટ ક્લોઝર કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ.૧૬૦૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન...