સવારે 08:00 કલાકે વિદ્યાર્થીઓનુ કંકુ ચાંદલો તથા મોં મીઠુ કરી સ્વાગત કરી રસીદ વિતરણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક પોતાની રીતે ગોતીને બેસી ગયેલા.
08:30 થી 11:30 દરમ્યાન બોર્ડની પધ્ધતિથી આબેહુબ પરીક્ષા લેવામા આવેલ, વિદ્યાર્થીઓને મુંઝવતા તમામ પ્રશ્નોના પેપર દરમ્યાન સોલ્વ કરવામા આવેલ, બોર્ડની પરીક્ષા જેમ જ શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા સંપન્ન કરવામાં આવી. આ પ્રિ પરીક્ષાનો અનુભવ બોર્ડની પરીક્ષામાં કેટલો ફાયદા કારક નિવડશે તે વિદ્યાર્થીએ પોતાના અનુભવ દ્રારા રજુ કરેલ.