પ્રજાની મૂળભૂત સમસ્યાઓ નિવારવામાં સરીયામ નિષ્ફળ
મોરબી: શરમ અને લેહાજ મૂકેલી મોરબી નગરપાલિકા વિકાસ કામો આગળ ધપાવવામાં નિષ્ફળ જતા શહેરભર માંથી અનેક ફરીયાદો ઉઠતાં ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા એ મોરબી નગરપાલિકાના સભાખંડમાં સુધરાઈ સભ્યોની એક મીટીંગ બોલાવી હતી જેમાં એ ગ્રેડની પાલિકાની કંગાળહાલત સામે આવતા માલેતુજાર બાપની વંઠેલ ઓલાદ જેવી સ્થિતિ સામે આવી હતી.
ઔદ્યોગિક શહેરની પાલિકા લેણા ભરવામાં પણ વામણી પુરવાર થઈ હોવાનું બહાર આવતા ધારાસભ્યએ ચીફ ઓફિસર સહિત તમામ ઉપસ્થિત સુધરાઈ સભ્યોને ખખડાવી નાખ્યા હતા અત્રે ઉલખનીય છે કે પાલિકાની તમામ 52 માંથી 52 સીટ પર ભાજપના સુધરાઈ સભ્યો ચૂંટાયા હતા સરકાર ધારાસભ્ય અને તમામ સુધરાઈ સભ્યો ભાજપના હોવા છતાં વિકાસ કામ તો ઠીક પ્રજાની મૂળભૂત જરૂરિયાત પૂરી કરવાના પૈસા પણ પાલિકા પાસે ન હોય હાલમાં મોરબી નગરપાલિકાની હાલત પાકિસ્તાન જેવી કંગાળ હોય ગામમાં કોઈ એક રુપીયો પણ ઉધાર દેવા તૈયાર નથી ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે મોરબી નગરપાલિકા ની આ કંગાળ ખસ્તા હાલત માટે જવાબદાર કોણ છે !કોના પાપે એ ગ્રેડની પાલિકાની આવી સ્થિતિ સર્જાઈ છે?
અરે મોરબી નગરપાલિકાને લાઈટ બિલના ચાર કરોડ રૂપિયા ચૂકવવા માટે પણ રીતસરના ફાંફા પડી રહયા હોવાનું અને લાઇટનું કનેકશન ગમે ત્યારે કપાઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત પંપના 34 લાખ બાકી હોવાનું સામે આવ્યું છે આવી ગંભીર સ્થિતિ મામલે ધારાસભ્ય કાંતિ અમૃતીયાએ અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોને ઉધડો લીધો હતો
બીજી તરફ સ્ટ્રીટ લાઇટ ખરીદીમાં થયેલ કટકી કૌભાંડની ગુંજ પણ આ બેઠકમાં સંભળાઈ હતી જોકે ધારાસભ્યે સ્પષ્ટ જણાવ્યું હતું કે મોરબીના લોકોએ ભાજપ ઉપર ભરોસો મૂકી 52 માંથી 52 બેઠકો ભાજપને આપી હોય ત્યારે પ્રજાજનોને સારામાં સારી સુવિધા મળે તે માટે તમામ સુધરાઈ સભ્યોએ પ્રયત્નશીલ બને તેવી હાંકલ કરી હતી તે દરમિયાન ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ બોલાવેલી મિટિંગનો કોઈ અર્થ સરસે અને થોડીક શરમ ભરી નગરપાલિકા પ્રજાના કામો કરશે કે પછી વર્ષોથી રહેલી નિંભરતા પ્રમાણે એક કાનેથી સાંભળી બીજા કાનેથી બહાર કાઢી નાખશે?
