મોરબી: ગુજરાત સરકાર પ્રેરિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી , કચ્છ-ભુજ દ્વારા આયોજિત આપણી સરહદ ઓળખો પ્રવાસી કાર્યક્રમમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ કંઝારીયા શિતલ, ગુલશાદ શેરસીયા, તન્વી અઘારાનું સિલેક્શન થયેલ છે. મોરબી માંથી માત્ર ૩ સ્ટુડન્ટ સિલેક્ટ થયા જે તમામ નવયુગના સ્ટુડન્ટ્સ છે.
આ પ્રોગામમાં સિલેક્ટ થવાની લાયકાતમાં NCC અને જિલ્લા/રાજ્યકક્ષાએ રમત ગમતમાં વિજેતા હોવું અનિવાર્ય છે.
આ સમગ્ર કાર્યક્રમ ૧૧ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. જેમાં ગુજરાતના ૪૫ જેટલા સ્થળોની મુલાકાત કરેલ જેવાકે કચ્છનું મ્યુઝિયમ, સ્મૃતિવન મેમોરીયલ, પ્રાગ મહેલ, કાળો ડુંગર, ભેડીયાબેટ, સફેદ રણ, ધિણૉ ડુંગર, માતાના મઢ, લખપત કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર, જખૌ બંદર, માંડવી, અંજાર, કંડલા પોર્ટ, નાડાબેટ જેવા સ્થળોની મુલાકાત લઈને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિથી માહિતગાર કરાયા. આ કાર્યક્રમનો તમામ ખર્ચ સરકાર આપે છે.
આ કાર્યક્રમમાં સિલેક્ટ થવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ સ્ટુડન્ટ્સને અભિનંદન પાઠવ્યા હતા.
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....