મોરબી શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી વધી ગઈ છે ત્યારે પોલીસ ટીમો પણ સતત કાર્યવાહી કરી આવા ઇસમોને ઝડપી રહી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાછળ શેરીમાં એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર તપાસ ચલાવી હતી જેમાં આરોપી યાસીન ઉર્ફે બાબરી સીદીક ગંઢાંર રહે જામનગર વાળાને ગેરકાયદેસર પિસ્ટલ નંગ ૦૧ કીમત રૂ ૧૦ હજાર સાથે ઝડપી લીધો હતો અને આરોપી હથીયાર સાજીદ અજીજ બ્લોચ રહે ચંદ્રપુર વાંકાનેર વાળા પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી જેથી બંને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ના વનાળિયા ખાતે...
સૌરાષ્ટ્રમાં વરસાદની કમીના કારણે ઘણા ડેમો ખાલી છે જે નર્મદાના નીર થકી ભરવારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે હાલમાં નર્મદા ડેમ કેચમેન્ટ એરિયાના વરસાદના કારણે ડેમમાં પાણી આવેલ છે. અને વધારાનું પાણી ગેઇટ...
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી જુગાર રમતા કુલ-૧૨ આરોપીઓને રોકડ રૂા.૧,૬૧,૨૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી કુલ -૧૨ ઈસમો ભાવેશભાઇ મનુભાઇ ખાંભડીયા રહે ગામ ગોલાસણ તા.હળવદ, મેહુલભાઈ જેરામભાઇ...