મોરબી: ચકમપર ગામે આવેલ ચકમપર પ્રાથમિક શાળા ખાતે આયોજિત 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના રંગારંગ કાર્યક્રમમાં ચકમપર ગામના સરપંચ કાલરીયા અવનીબેન રવિભાઈ તથા સભ્ય તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થઇ સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દર્શાવવામાં આવેલ વિવિધ કૃતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી આપણા દેશની વિવિધતામાં એકતાની યાદ અપાવી હતી.
રાષ્ટ્રપ્રેમ દર્શાવતા આ સુંદર અને સફળ કાર્યક્રમના આયોજન બદલ તમામ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી.
