ચેક રીર્ટન કેશમા આરોપીને ડબલ ૨કમ રૂ.10 લાખ અને એક વર્ષની કેદની સજા ફટકારતી નામદાર મોરબી કોર્ટ
મોરબી: ચેક રીર્ટન કેશમા આરોપી આનંદભાઈ ગણેશભાઈ બાવરવાને ડબલ ૨કમ રૂ.10, 00, 000 અને એક વર્ષની કેદની સજા નામદાર મોરબી એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ ફટકારી છે.
ફરીયાદી અને આરોપી મીત્ર થાય છે અને અરસપરસ સામાજીક સંબંધો ધરાવે છે. આરોપીએ ફરીયાદી પાસેથી ધંધા માટે નાણાંકીય જરૂરીયાત ઉભી થતા રૂા.૫,૦૦,૦૦૦− (અંકે રૂપીયા પાંચ લાખ) જેવી રકમની માંગણી કરતા આરોપીની વિનંતી મુજબ રૂા.પ,૦૦,૦૦૦− (અંકે રૂપીયા પાંચ લાખ) પુરા રોકડા તેમને તા.૧૯-૦૫-૨૦૨૦ ના રોજ આપેલા અને તે આરોપીએ સ્વીકારેલા અને આ રકમ આરોપીએ ફરીયાદીને દોઢ માસની અંદર પરંત ચુકવવાનુ નકકી કરેલ અને આ અંગે આરોપીએ ફરીયાદીને તા.૨૨-૦૫-૨૦૨૦ ના રોજ પોમીશરી નોટ લખી આપેલ અને આરોપીએ એચ.ડી.એફ.સી. બેંક મોરબીનો ચેક નં.૦૦૦૦૪૭ વાળો ખાતા નં.૦૩૦૭૧૯૧૦૦૦૮૮૪૮ રૂ.૫,૦૦,૦૦૦- (અંકે રૂપીયા પાંચ લાખ) પુરાનો એકાઉન્ટ પે નો ફરીયાદી જોગ લખી આપેલ અને આરોપીએ ફરીયાદીને દોઢ માસ બાદ ચેક જમા કરાવવાનુ કહેલ.
ફરીયાદીએ દોઢ માસ બાદ આરોપીને ચેક મુજબની ૨કમ પરત કરાવવાનુ કહેલ પરંતુ આરોપીએ કહેલ કે હાલ લોકડાઉનના કારણે તેમની પાસે રૂપિયાની સગવડતા ના હોય વધુ બે માસનો ટાઈમ આપવા કહેલ અને ફરીયાદીએ આરોપીની વાત ઉપર વિશ્વાસ રાખી માનવતાની રાહે આરોપીને સમય આપેલ અને આ ૨કમ સંબંધના હિસાબે વગર વ્યાજે હાથછીની આપેલ. આરોપીએ ફરીયાદીને લખી આપેલ ચેક જે બેંકમા વટાવા જતા ચેક રીર્ટન થયેલ જેથી ફરીયાદી વીમલ જે ઝાલરીયાએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ અન્વયે મોરબી એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમા વકીલ જે.બી.પાંચોટીયા મારફત કેશ દાખલ કરેલ. જે કેશ ચાલી જતા મોરબીના એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ડી.કે.ચંહનાણીએ આરોપીને દંડ સહીત રૂ.૧૦,૦૦,૦૦૦ અને એક વર્ષની કેદની સજા અને રકમ ચુકવવામા કસુરવાર કરીયેથી વધુ ૯૦ દીવસની સાદી કેદની સજાનો હુકમ નામદાર કોર્ટ ફરમાવેલ છે.આ કેશમા ફરીયાદી તરફે મોરબીના જાણીતા વકીલ જે.બી.પાંચોટીયા, ગીરીશ અંબાણી, કીંજલ એન રૂપાલા, ધવલ ડી શેરશીયા, ડી.એમ ચનીયારા, નીશા કંકાશણીયા, ધારા કુંડારીયા.
ફરીયાદી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.બી. પાંચોટીયા, ગીરીશ અંબાણી,કીજલ એન રૂપાલા, ધવલ ડી શે૨શીયા, ડી.એમ ચનીયારા, નીશા કંકાશણીયા, ધારા કુંડારીયા વકીલ તરીકે રોકાયેલ હતા.