મોરબી: મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં પાંચેક માસથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પેરોલ ફર્લો સ્કવોડ /મોરબી એલસીબીએ ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સમગ્ર રાજયમાં ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક નાઓએ મોરબી જીલ્લાના ગુનાઓમાં સંડલોવાયેલ વધુમાં વધુનાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય
તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનોદભાઇ તળશીભાઇ અઘારા રહે. મોરબી રવાપર વાળો સુરત ખાતે છે જે ચોક્કસ હકિકત આધારે એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્ટાફની ટીમ બનાવી સુરત ખાતે તપાસ કરતા આરોપી વિનોદભાઇ તળશીભાઇ અઘારા પટેલ ઉવ.૫૯ રહે.મોરબી રવાપર હનુમાનજી મંદિર સામે યોગીરાજ એપાર્ટમેન્ટ બ્લોક નં.૫૦૧ તા.જી.મોરબી વાળો મળી આવતા ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
મોરબી જીલ્લાના ગામોમાં નેશનલ લેવલ મોનીટર ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ચકાસણી કરવામાં આવી છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મોરબી જિલ્લામાં કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ જેવી કે મહાત્મા ગાંધી નરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજના, એન આર.એલ.એમ., વોટ૨શેડ યોજનાઓમાં થયેલ કામગીરીની ગામોમાં રૂબરૂ મુલાકાત...
મોરબીમાં 11 સભાસદથી શરૂ થયેલી અને હાલ 452 સભાસદો ધરાવતી અને છેલ્લા 34 વર્ષથી પારદર્શક રીતે ચાલતી ગ્રામ્ય શિક્ષક મંડળી મોરબી જે શિક્ષકો માટેની, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી મંડળી છે, શિક્ષક શરાફી મંડળી છેલ્લા 34 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી હાલ 452 સભાસદો ધરાવતી અને શિક્ષકો માટે મોટાભાઈની ગરજ...