જામનગર ખાતે આઝાદ ફાઉન્ડેશન દ્વારા મહિલા સ્વાવલંબી યોજના અંતર્ગત મહિલાઓને સ્વરોજગારી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સમગ્ર દેશની અંદર જ્યારે મહિલા સ્વાવલંબી યોજના અંતર્ગત મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડવા માટેના કાર્યક્રમો યોજવામાં આવતા હોય ત્યારે જામનગર ખાતે પણ આઝાદ ફાઉન્ડેશન દ્વારા સિદ્ધિ બેન પંડ્યા ના અધ્યક્ષતામાં આવો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.
જામનગર ખાતે આવેલ રાજ પાર્કમાં આઝાદ ફાઉન્ડેશન દ્વારા સિદ્ધિબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડવા માટે ઉપરાંત મહિલાઓને મળતા લાભોની જાણકારી માટે મહિલા સ્વાવલંબી અને મહિલા સ્વરોજગાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એ ભાગ લીધો હતો ઉપરાંત આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર, વેલજીભાઈ વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર રવિભાઈ પાર્થભાઈ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી બાદ સમગ્ર કાર્યક્રમમાં મહિલાઓએ હર્ષભેર ભાગ લીધો હતો.
ઉપરાંત સમગ્ર ગુજરાત ભરમાંથી મહિલાઓ આઝાદ ફાઉન્ડેશન અને મહિલા સ્વરોજગાર અને મહિલા સ્વાવલંબી કાર્યક્રમમાં જોડાવા માગતા હોય તો તેમને સિદ્ધિ બેન પંડ્યાને +919737317332 પર સંપર્ક કરવા માટે જણાવ્યું હતું