ટંકારા : ટંકારાથી ખાનપર ઘુનડા જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયાં નજીક કપાસ ભરેલા ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. આથી હાલ સ્થનિકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે તેમજ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ટંકારાથી ખાનપર-ઘુંનડા તરફ જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયા નજીક કપાસ ભરેલ ટ્રકમાં અચાનક જ આગ લાગી જતા રોડ ઉપર કપાસ ભરેલો ટ્રક સળગવા લાગ્યો હતો. જેથી ડ્રાઇવરે ટ્રકને રોડની સાઈડમાં ઉભો રાખી દીધા બાદ સ્થાનિકો દ્વારા જે હાથ આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે. આગ ક્યાં કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હાલ બહાર આવ્યું નથી. પરંતુ અંદાજીત ૫૦૦ મણ કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા લાખો રૂપિયાનો ટ્રક અને કપાસ બળી રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવી રહ્યા છે.
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા...