ટંકારા-પડધરી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
મોરબી: વિધાનસભાની ચૂંટણીની બ્યુગલ વાગી છે ત્યારે દરેક પક્ષે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે અને ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે ટંકારા પડધરી બેઠકના વર્તમાન ધારાસભ્ય લલીતભાઈને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આજે મોરબી નજીકના સનાળા ખાતે આવેલ શક્તિ માતાજીના મંદિરે તેઓના વિશાળ સમર્થકો તથા પરિવાર સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને શક્તિ માતાજીના મંદિરે ધજા ચડાવીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને લોકોની સુખાકારી માટે થઈને આગામી દિવસોમાં વધુ સારા કામો કરી શકે તેવી શક્તિ આપે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. અને વિજયના વિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવી છે.
જયારે લલીતભાઈએ જણાવ્યું હતું જે કામ ભાજપ સરકાર છેલ્લા પચીસ વર્ષમાં નથી કરી શકી તે કામો તેમણે માત્ર પાંચ વર્ષમાં જ કરી બતાવ્યા છે. જેથી કરીને આજે ગ્રામ્ય વિસ્તારોમાં મને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે અને ગયા વખતે વિધાનસભાની ચૂંટણીમાં જે જંગી લીડથી બહુમતી મળી હતી તેના કરતા વધુ જંગી લીડે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠક ઉપર વિજય થાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.